આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશના 2900 રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવી રહી છે. જેમાં પશ્ચિમ રેલવેના 45 રેલવે સ્ટેશનોમાં ભરૂચ અને અંકલેશ્વર પણ સામેલ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 6 ઓગસ્ટે દેશના 500 થી વધુ સ્ટેશનોનો અમૃત સ્ટેશન યોજના હેઠળ રી-ડેવલોપમેન્ટનો શિલાન્યાસ કરવાના છે. જેમાં વડોદરા ડિવિઝનના ભરૂચ, કરજણ, વિશ્વામિત્રી સહિત 6 સ્ટેશનોનો સમાવેશ થાય છે.
સ્ટેશનની ઇસ્ટ અને વેસ્ટ બંને એન્ટ્રી ભવ્ય સાથે, એલિવેટર, એસકેલેટર, એસી વેઇટિંગ રૂમ, દરેક પ્લેટફોર્મ પર એક છેડેથી બીજા છેડે જવા ફૂટ ઓવર બ્રિજ સહિતના અન્ય નવા આકર્ષણો નવા સ્ટેશનમાં આગામી સમયમાં જોવા મળશે.સ્ટેશનના રી-ડેવલોપમેન્ટને લઈ વડોદરા રેલવે ડિવિઝન મેનેજર જીતેન્દ્ર સિંહે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સાથે બેઠક પણ યોજી હતી. તો ગુરૂવારે કલેક્ટરલય ખાતે કાર્યકમના આયોજન અંગે બેઠક પણ મળનાર છે.