ભરૂચ : આનંદ-ઉલ્લાસ સાથે રક્ષાબંધનની ઉજવણી, બહેનોએ ભાઈના હાથે રક્ષા બાંધી સુરક્ષાની પ્રાર્થના કરી...

ભાઈ-બહેનના પ્રેમના પવિત્ર સંબંધનો અનોખો તહેવાર એટલે રક્ષાબંધન, ત્યારે આજરોજ ભરૂચ અને અંકલેશ્વર સહિત સમગ્ર જીલ્લામાં રક્ષાબંધન પર્વની હરસોલ્લાથી ઉજવણી કરવામાં આવી હતી.

New Update

Advertisment

બહેનો આખું વર્ષ જેની રાહ જોતી હોય છે, તે પવિત્ર રક્ષાબંધન પર્વ આજે ઉજવવામાં આવી રહ્યો છે. આજના દિવસે બહેનો તેમના ભાઈઓને લાંબા આયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ માટે રાખડી બાંધે છે. આ પવિત્ર તહેવાર પર ભાદ્રાનો પડછાયો રહેતો હોવાથી બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધે છે, ત્યારે આજે ભરૂચ અને અંકલેશ્વર સહિત સમગ્ર જીલ્લામાં રક્ષાબંધન પર્વની દિવસભર ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધનના પર્વે બહેનોએ ભાઈઓને રાખડી બાંધી ભાઈઓના ઓવારણાં લીધા હતા. સાથે જ આજના દિવસે ભાઈ પોતાની બહેનોને તેમની રક્ષા કરવાનું વચન આપે છે. જોકે, આજે દિવસભર રક્ષાબંધન પર્વની ઉજવણી નિમિત્તે ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.

Advertisment