Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મતદાન જાગૃતિ અર્થે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર તૈયાર કરાય 5,625 સ્કેવર મીટર વિસ્તારમાં રંગોળી...

લોકશાહીના આ મહાપર્વમાં મતદારો મોટી સંખ્યામાં જોડાય તે માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

X

ભરૂચની 5 વિધાનસભા બેઠકો માટે ગુરૂવારે થનારા મતદાનમાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે વહીવટી તંત્ર દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે 5,625 સ્કેવર મીટર વિસ્તારમાં વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે.

લોકશાહીના આ મહાપર્વમાં મતદારો મોટી સંખ્યામાં જોડાય તે માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ચિત્રકારો અને વિદ્યાર્થીઓએ મળી 5,625 સ્કવેર મીટરના આકારની કલાત્મક મહારંગોળી તૈયાર કરી છે. "ભવ્ય ભરૂચની ભૂમિનો આધાર, જંગી મતદાન અમારો એજ નિર્ધાર" આ સ્લોગન સાથેની મહા રંગોળી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ, મુન્સી બી.એડ. કોલેજના વિદ્યાર્થીઓ અને ભરૂચની 40 જેટલી વિવિધ શાળાના શિક્ષક ચિત્રકારો દ્વારા આ રંગોળી બનાવવામાં આવી છે, ત્યારે આ વિશાળ રંગોળીનો ડ્રોન કેમેરા થકી લેવાયેલો આકાશી નજારો પણ અલભ્ય જણાઈ રહ્યો છે.

Next Story