Connect Gujarat
ભરૂચ

ભરૂચ: કોરોનાના ગ્રહણ બાદ ૩ સ્થળોએથી નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા,તૈયારીઓ શરૂ કરાય

ભરૂચની આશ્રય સોસાયટી નજીક આવેલ ભગવાન જગન્નાથના મંદિરેથી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે

X

ભરૂચ શહેરમાં અષાઢી બીજે નિકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને બે વરસથી કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું જેના પગલે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા ન હતા પરંતુ આ વર્ષે ભરૂચ જીલ્લામાં 3 સ્થળોએથી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચની આશ્રય સોસાયટી નજીક આવેલ ભગવાન જગન્નાથના મંદિરેથી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે જગન્નાથના મંદિરે એક રથ તૈયાર કરવામાં આવે છે અને હાથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરી હજારો ભક્તો રથને ખેંચી ધન્યતા અનુભવતા હોય છે અને સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં ઉભો થતો હોય છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના ગ્રહણના કારણે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા ન હતા. આ વખતે કોરોના નહીવત થતાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે તે માટે આયોજકો પણ તડામાર તૈયારીમાં જોતરાઈ ગયા છે અને મંદિરે રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં પણ નિર્માણધીન શ્રી શ્રી રાધા મનમોહન મંદિર ઇસ્કોન ભરૂચ દ્વારા પણ આઠમી શ્રી જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રથયાત્રા પ્રથમ વખત અષાઢી બીજના દિવસે ભરૂચ શહેરમાંથી નીકળશે ઇસ્કોન દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રામાં એક જ રાતમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા અને બિરાજમાન કરવામાં આવશે અને આ રથ શીતલ સર્કલ થી કસક સર્કલ મકતમપુર રોડ જ્યોતિનગર તુલસીધામ ચામુંડા માતાના મંદિર ઝાડેશ્વર બસ સ્ટેન્ડ થઈ કે.જી એમ હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે પહોંચનાર ત્યારે રથ યાત્રાના રુટો પર પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ કરી સંવેદન વિસ્તારોની મુલાકાત કરી રહ્યા છે.

Next Story