Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ટ્રાફિકને અડચણરૂપ લારીધારકો સામે પોલીસની લાલ આંખ, ત્રણેય પોલીસ મથકની કાર્યવાહીથી ફફડાટ

ભરૂચ શહેરના 3 પોલીસ મથકોની હદમાં ગેરકાયદેસર ઊભા રહેતા લારી ધારકો સામે પોલીસે કાર્યવાહી કરી છે.

X

ભરૂચ શહેરના 3 પોલીસ મથકોની હદમાં ગેરકાયદેસર ઊભા રહેતા લારી ધારકો સામે પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં લારીઓ જપ્ત કરી લારી ધારકો વિરુદ્ધ ગુન્હો દાખલ કરતાં અન્ય લારી ધારકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા માથાના દુઃખાવા સમાન સાબિત થઈ રહી છે. તો કેટલાય જાહેર માર્ગો ઉપર શાકભાજી અને ફ્રૂટની લારીવાળાઓ પણ વાહનોને અડચણરૂપ ઊભા રહેતા હોવાના પગલે ભરૂચ પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં ભરૂચની એ' ડિવિઝન, બી' ડિવિઝન અને સી' ડિવિઝન પોલીસે ઝાડેશ્વર રોડ ઉપર વાહનોને અડચણરૂપ ઉભી રહેતી ફ્રૂટ અને શાકભાજીની લારીવાળાઓને લારીઓ સાથે પોલીસ મથકે લઈ આવ્યા હતા. પોલીસે તમામ લારી જપ્ત કરી લારી ધારકો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો. સાથે જ એ' ડિવિઝન પોલીસ મથકની હદમાં સુપર માર્કેટ તથા સેવાશ્રમ રોડ ઉપર જાહેર માર્ગ ઉપર ટ્રાફિકજામ થાય તે રીતે ઉભી રહેતી શાકભાજી અને ફ્રુટની લારીવાળાઓ સામે પણ પોલીસે કાર્યવાહી કરી હતી. તો બીજી તરફ બી' ડિવિઝન પોલીસ મથકની હદમાં પણ લારી ધારકો સામે પોલીસે લાલ આંખ કરતાં અન્ય લારી ધારકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

Next Story