માત્ર ભરૂચ જિલ્લામાં જ મેઘરાજાની સ્થાપના કરવામાં આવે છે અને છેલ્લા ૨૫૦ વર્ષથી મેઘરાજાની સ્થાપના કરી શ્રાવણ માસની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી થતી હોય છે. જેના ભાગરૂપે ભોઇ સમાજ દ્વારા મેઘરાજાની સ્થાપના કરવામાં આવી છે અને શ્રાવણી પૂનમ સુધી મેઘરાજાને નયનરમ્ય સ્વરૂપ આપવામાં આવનાર છે.
ભરૂચ જિલ્લામાં વસતા ભોઈ પંચ સમાજ દ્વારા મેઘરાજાની છેલ્લા ૨૫૦ વરસથી સ્થાપના કરવામાં આવે છે લોકવાયકા મુજબ વર્ષો પહેલા દુકાળની સ્થિતિ ઉભી થતા મેઘરાજાને રિઝવવા માટે ભોઈ પંચ દ્વારા જળદેવની સ્થાપના કરવામાં આવી હતી અને જો વરસાદ નહીં વરસે તો જળદેવ તરીકે સ્થાપિત મેઘરાજાની પ્રતિમાને ખંડિત કરાશે. તેવા સંકલ્પ સાથે જળદેવ તરીકે મેઘરાજાની સ્થાપના કરવામાં આવી હતી અને જળદેવની સ્થાપના થતાની સાથે જ મેહુલિયો મન મૂકીને વરસતા ભોઈ સમાજના લોકોની વેદના જળદેવે સાંભળી લીધી હોય તેમ સમગ્ર જળબંબકાની સ્થિતિ સર્જાઈ ગઈ હતી અને ત્યારથી જ અષાઢી અમાસથી જળદેવની સ્થાપના કરવામાં આવે છે. ગઈકાલે મોડીરાત્રીએ ઓસાડની અમાસથી નર્મદા નદીની પવિત્ર માટી અને ગંગા નદીની માટીમાંથી મેઘરાજાની સ્થાપના કરવામાં આવી છે. મેઘરાજાને શ્રાવણી પૂનમ સુધી રંગરોગાન કરી શ્રાવણના સાતમ આઠમ નોમ અને દશમ દરમિયાન મેઘમેળામાં હજારો ભક્તો ભક્તિ ભાવપૂર્વક મેઘરાજાના દર્શન કરી ધન્યતા અનુભવનાર છે.