Connect Gujarat
ભરૂચ

ભરૂચ: માર્ગ મરામત મહા અભિયાન અંતર્ગત સમારકામની કામગીરી અંતિમ ચરણમાં

ચોમાસામાં બિસ્માર બનેલા માર્ગના સમારકામ માતરે રાજ્ય સરકાર દ્વારા માર્ગ મરામત મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું

X

ચોમાસામાં બિસ્માર બનેલા માર્ગના સમારકામ માતરે રાજ્ય સરકાર દ્વારા માર્ગ મરામત મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ભરૂચમાં વિવિધ માર્ગોનું સમારકામ કરવામાં આવ્યું છે. હાલ ભરૂચ દહેજ સ્ટેટ હાઇવે પર સમારકામની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે

ચોમાસાની સિઝનમાં સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લાના મોટાભાગના માર્ગોનું ધોવાણ થયું હતું. વરસાદના કારણે માર્ગો ચંદ્રની ધરતી જેવા બની ગયા હતા અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ બાબતે સરકાર સામે રોષ પણ જોવા મળ્યો હતો ત્યારે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ મરામત મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને લોકો પાસે બિસ્માર માર્ગોની માહિતી મંગાવવામાં આવી હતી જે બાદ માર્ગોનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. ભરૂચમાં મોટાભાગના માર્ગોના સમારકમની કામગીરી પૂર્ણતાના આરે છે હાલ ઓધ્યોગિક હબ દહેજને જોડતા સ્ટેટ હાઇવે પર માર્ગના સમારકામની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે જો કે હજુ પણ કેટલાક માર્ગોના સમારકામની કામગીરી બાકી છે જેને પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવે એવી માંગ લોકો કરી રહ્યા છે. આ તરફ માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએએ એક નિવેદનમાં જણાવાયું હતું કે સમગ્ર રાજયમાં માર્ગ સમારકામની કામગીરી 90 ટકા પૂર્ણ થઈ ચૂકી છે

Next Story