ભરૂચ : વોર્ડ નં ૧૦ના રહીશોએ પાલિકાને રસ્તા અને સફાઈ બાબતે રજૂઆત કરી,પાલિકાની બેદરકારી સામે સવાલો ઉઠાવ્યા

વોર્ડ નંબર 10ના વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય પીવાનું પાણી ડહોડું આવતા હોવાના આક્ષેપો વિસ્તારના લોકોની નગરપાલિકા પ્રમુખને રજૂઆત

New Update
ભરૂચ : વોર્ડ નં ૧૦ના રહીશોએ પાલિકાને રસ્તા અને સફાઈ બાબતે રજૂઆત કરી,પાલિકાની બેદરકારી સામે સવાલો ઉઠાવ્યા

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૧૦માં સફાઇ કર્મીઓ નજર ન કરતા હોવાના આક્ષેપ સાથે આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય અને પીવાનું પાણી પણ ડોહળુ આવતું હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવી નગરપાલિકાના પ્રમુખને રજુઆત કરી હતી.

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૧૦માં આવેલા ચાર રસ્તા ફુરજા સહિત આજુબાજુના વિસ્તારમાં સફાઈ થતી નથી. સાથે કચરાની પેટીઓ ભરાઈ ગયા બાદ પણ ઉભરાયેલી કચરાપેટીઓનો કચરો ગટરોમાં જતો હોવાના કારણે ગટર જામ થવાથી ગંદકીનું સામ્રાજ્ય ઉભું થાય છે. પીવાનું પાણી પણ ડહોડું આવે છે ત્યારે સ્થાનિકો અવરનવાર પાલિકાને રજૂઆતો કરતાં હોય છે છતાય વિસ્તારમાં સફાઇ કર્મીઓ નજર કરતાં ન હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકાના વિપક્ષોને સાથે રાખી પાલિકા પ્રમુખને રજુઆત કરી હતી. જેમાં નગરપાલિકા પ્રમુખે સમસ્યાનો અંત લાવવાની બાંહેધરી આપતાં મામલો થાળે પડ્યો હતો. ત્યારે જોવું રહ્યું કે વોર્ડ નંબર ૧૦ના રહીશો દ્વારા થયેલ રજૂઆત બાદ સમસ્યાનું નિરાકરણ થાય છે કે નહીં॥

Latest Stories