ભરૂચ: રિક્ષા એશો.ની.હડતાલના કારણે અનેક મુસાફરો અટવાયા,રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ

ભરૂચ જિલ્લા જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.

New Update
ભરૂચ: રિક્ષા એશો.ની.હડતાલના કારણે અનેક મુસાફરો અટવાયા,રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ

ભરૂચમાં રિક્ષા એશો.ની હડતાળ

રિક્ષા ન માલ્ટા અનેક મુસાફરો અટવાયા

રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ

કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર

રિક્ષાસ્ટેન્ડ ફાળવવામાં આવે તેવી માંગ

ભરૂચમાં આજરોજ રિક્ષા એશો. દ્વારા હડતાળ પાડવામાં આવી છે જેના કારણે અનેક મુસાફરો અટવાયા હતા છેલ્લા 3 વર્ષથી ભરૂચમાં રિક્ષા ચાલકો દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ પાલિકા કચેરી ખાતે રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં માંગણી નહીં સંતોષાતા રોષે ભરાયેલા ભરૂચ જિલ્લા જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.ભરૂચ જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મળી 15 હજારથી વધુ ઓટો રિક્ષા ચાલકો રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

જોકે વિવિધ વિસ્તારમાં ઓટો રિક્ષા ઉભી કરવા માટે નિયત ઓટો રિક્ષા સ્ટેન્ડ તંત્ર દ્વારા ફાળવવામાં આવ્યું ના હોય ઓટો રિક્ષાચાલક અને પોલીસ જવાનો વચ્ચે અનેકવાર તુંતું-મેમે ના દ્રશ્યો સર્જાતા હોય છે. રિક્ષા ચાલકો દ્વારા વારંવાર પાલિકા કચેરી તેમજ જિલ્લા કલેકટર ખાતે આવેદન પત્ર આપી વહેલી તકે ઓટો રિક્ષાસ્ટેન્ડ ફાળવવામાં આવે તેવી માંગ સાથે રજૂઆતો કરવામાં આવી હતી. તે છતાં પણ કાર્યવાહી ન કરવામાં આવતા એસોસિએશન દ્વારા હડતાલ પાડવામાં આવી હતી તેના કારણથી જિલ્લાભરમાં મુસાફરો અટવાયા હતા..

Latest Stories