ભરૂચ: ગોલ્ડન બ્રિજ નજીક નદીની સપાટી 28 ફૂટે,ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર

ભરૂચ નજીક નર્મદા નદીમાં સતત પાણીની આવકને પગલે ગોલ્ડન બ્રિજની સપાટી 28 ફૂટે પહોંચી છે.

New Update
ભરૂચ: ગોલ્ડન બ્રિજ નજીક નદીની સપાટી 28 ફૂટે,ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર

ભરૂચ નજીક નર્મદા નદીમાં સતત પાણીની આવકને પગલે ગોલ્ડન બ્રિજની સપાટી 28 ફૂટે પહોંચી છે.

Advertisment

છેલ્લા બે દિવસથી નર્મદા નદીમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવકને પગલે નદી બે કાંઠે વહેતી નજરે પડી રહી છે ડેમમાંથી નદીમાં 6 લાખ ક્યુસેકથી વધુ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યો છે જેને કારણે ભરૂચ જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે નદીમાં સતત પાણીની આવકને પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજની સપાટીમાં પણ સતત વધારો થયો છે નદીની જળ સપાટી આજે સવારે 7 કલાકે 28 ફૂટે પહોંચી છે જ્યારે નદીની વોર્નિંગ લેવલ 22 ફૂટ તો ભયજનક સપાટી 24 ફૂટ છે હાલ નદીમાં પુર જેવી સ્થિતિને પગલે નીચાણવાળા વિસ્તારોમાં 283 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

નર્મદા નદીના જળસ્તરમાં વધારો થતાં આ તરફ અંકલેશ્વરના છાપરા પાટિયાથી કાંસિયા અને માંડવાબગામ થઈ નેશનલ હાઇવેને જોડતો માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી છે.

Advertisment