Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રોટરી કલબ ઓફ ભરૂચના ઉપક્રમે રોટાથોન યોજાઇ, મોટી સંખ્યામાં લોકો જોડાયાં

રોટાથોનનું આયોજન કરવામાં આવ્યું. રોટાથોનના આયોજનનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા પ્રતિ લોકોમાં જાગૃતિ લાવવાનો હતો.

X

ભરૂચમાં રોટરી કલબના ઉપક્રમે રોટાથોનનું આયોજન કરવામાં આવ્યું. રોટાથોનના આયોજનનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા પ્રતિ લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. સવારે 5 વાગ્યાથી સ્ટેશન રોડ પર આવેલી રોટરી કલબ ખાતે શહેરીજનો એકત્ર થવા લાગ્યાં હતાં. રોટાથોન માટે બે રૂટ રાખવામાં આવ્યો હતો જેમાં એક 5 કીમીનો અને બીજો 10 કીમીનો. 500થી વધારે દોડવીરોને ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે લીલી ઝંડી બતાવી દોડવીરોને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રોટરી કલબ ભરૂચના પ્રેસિડેન્ટ ડો.વિક્રમકુમાર, ઇવેન્ટ ચેરમેન કેતન દેસાઈ ,સહિત અન્ય હોદ્દેદારો અને રોટરી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા...

Next Story