Connect Gujarat
ભરૂચ

ભરૂચ: શ્રાવણ માસનો પ્રારંભ, કોરોનાની ગાઈડ લાઇનના પાલન સાથે ભોળા શંભુની આરાધના

પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ, શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા.

X

પવિત્ર શ્રાવણ માસનો સોમવારના દિવસથી પ્રારંભ થતાં પ્રથમ દિવસે જ ભરૂચના શિવમંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા હતા અને સવારથી જ શિવ ભક્તોએ શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મહામારી વચ્ચે ધાર્મિક ઉત્સવો અને તહેવારો ફિક્કા પડી ગયા છે કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે પણ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા શ્રાવણ માસના પ્રથમ સોમવારે સવારથી જ ભરૂચ જિલ્લાના શિવમંદિરો શિવભક્તોથી ઉભરાયા હતા અને શિવ મંદિરોમાં ભક્તો એ વિશેષ પૂજા અર્ચના બીલીપત્રો અર્પણ કરી શિવજીને રીઝવવાના પ્રયાસો કર્યા હતા.

ભરૂચ જિલ્લામાં શિવજીની પૂજા અર્ચના કરવા માટે મંદિર સંચાલકોએ સરકારની કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તેવા પ્રયાસો કર્યા હતા અને મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તો એ મંદિરના પ્રવેશદ્વાર નજીકથી સેનીટાઇઝર થઈ મંદિરમાં સોશિયલ ડીસ્ટનસ સાથે શિવજીના દર્શન કરવા માટેના સૂચનો કરતા બેનરો લગાવી દીધા હતા અને ભક્તો પાલન પણ કરી રહ્યા છે॰ નિલકંઠેશ્વર મંદિરે નર્મદા નદીના ઘાટ ઉપર ભક્તોએ પણ શ્રાવણી માસના પ્રથમ સોમવારે નર્મદામાં સ્નાન કરી શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને શ્રાવણ માસમાં નર્મદા સ્નાન કરવા માટેનું અનેરૂ મહત્વ રહેલું છે જેના પગલે ભરૂચના નીલકંઠેશ્વર નર્મદા નદીના ઓવારે ભક્તોએ નર્મદા સ્નાન કરી ધન્યતા અનુભવી હતી.

Next Story