/connect-gujarat/media/post_banners/00a1abc87be3847010e5f8aeac225b967a6e3e4f896636fb325780da96e1f4f8.jpg)
ભરૂચના જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ અને સખી મંડળ દ્વારા ત્રણ વર્ષ પૂર્ણ કરી ચોથા વર્ષમાં મંગળ પ્રવેશ સાથે સખી મીઠાઈ અને સખી નમકીનના સ્ટોલનું ઉદઘાટન નગર પાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચ સખી મંડળ દ્વારા શહેરની મધ્યમાં મીઠાઈ અને સખી નમકીનની દુકાનનો પ્રારંભ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, ઉપ પ્રમુખ અક્ષય પટેલ, હેમાલી રાણા, પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાલાના હસ્તે કરવામાં આવ્યો હતો.જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ અને સખી મંડળે મીઠાઈઓ અને નમકીન સ્ટોલ પર ઉચ્ચ ગુણવત્તાની અને સ્વાદિષ્ટ કાજુ અને અન્ય મીઠાઈઓ અને નમકીનનું વિતરણ કરીને મહિલાઓને સશક્ત બનાવવાનો પ્રયાસ કર્યો હતો.