New Update
/connect-gujarat/media/post_banners/a00eac6d3cdb4aa3f3e0bd756002a7b5d1b99428a9fc7926abfaf733a7dabcb3.webp)
શ્રી સમસ્ત ગુજરાત બહ્મસમાજ ભરૂચ એકમ દ્વારા ચતુર્થ યુવક-યુવતી પસંદગી મેળાનું આયોજન આત્મિય સંસ્કાર હોલ,એમ.કે. કોલેજ સામે કરવામાં આવ્યું હતું.જેમાં સમગ્ર ગુજરાતમાંથી બ્રહ્મ સમાજના 150થી વધુ લગ્નોત્સુક યુવક યુવતીઓએ ભાગ લીધો હતો.આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુ ભટ્ટ, કન્વીનર અમરીશ દવે,બ્રહ્મ સમાજ રાજ્ય એકમના બિપીન ભટ્ટ, અગ્રણી કૌશિક જોષી સહિત અન્ય હોદ્દેદારો અને મહિલા પાંખના હોદ્દેદારો તેમજ કાર્યકરો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.