/connect-gujarat/media/post_banners/2c64749ad934a778c321b0c1072ad2745a5056aab95d4e686101f277cf14c375.jpg)
ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પાંચમો યુવક-યુવતી પસંદગી મેળો યોજાયો હતો.જેમાં સમગ્ર ગુજરાતમાંથી યુવક-યુવતીઓ હાજર રહ્યા હતા.
ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા પાંચમો યુવક-યુવતી પસંદગી મેળાનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં 122થી વધુ બ્રાહ્મણ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. યુવક અને યુવતીઓએ એકબીજાનો પરીચય કેળવ્યો હતો. આ અવસરે કાર્યક્રમના પ્રમુખ તરીકે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પૂવ પ્રમુખ ગિરીશ શુક્લ, પૂર્વ પ્રમુખ પ્રદીપ રાવલ, કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા પ્રમુખ જનક પટેલ, સુરતના જયદીપકુમાર ત્રિવેદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથી વિષેશ તરીકે રજનીકાંત રાવલ અને શૈલેશ દવે ઉપસ્થિત રહ્યા હતા. આ પસંદગી મેળામાં શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુ ભટ્ટ સહિત રજનીકાંત રાવલ, ચિરાગ ભટ્ટ અને મહિલા પાંખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.