Connect Gujarat
ભરૂચ

ભરૂચ: સમસ્ત રાણા સમાજ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને અન્ન સહાય કીટનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો

શ્રી અખિલ ભારત રાણા સમાજ પ્રેરિત શ્રી ભરૂચ શહેર સમસ્ત રાણા સમાજ દ્વારાસમાજની ગંગા સ્વરૂપ બહેનોને અન્ન સહાય વિતરણ કરાયું

X

ભરૂચ શહેર સમસ્ત રાણા સમાજ દ્વારા સમાજની ગંગા સ્વરૂપ બહેનોને અન્ન સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શ્રી અખિલ ભારત રાણા સમાજ પ્રેરિત શ્રી ભરૂચ શહેર સમસ્ત રાણા સમાજ દ્વારાસમાજની ગંગા સ્વરૂપ બહેનોને અન્ન સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વર્ષોથી સાત સમુંદર પાર અમેરિકા સ્થાયી થયા પછી પોતાની જન્મભૂમિ, માતૃભૂમિ હૃદયમાં રાખી નૈતિક ઋણ અદા કરવા તત્પર એવા રાણા સમાજના સદગૃહસ્થ દાતા હરેશભાઇ અંબાલાલ રાણા અને પરિવાર દ્વારા માતૃશ્રી સ્વ.હીરામણીબેન અંબાલાલ રાણા તથા પિતા સ્વ. અંબાલાલ નાથાલાલ રાણાના સ્મરણાર્થે રાણા સમાજ, ભરૂચને નિરાધાર-ગંગા સ્વરૂપ ૮૫ બહેનોને અનાજ-મરીમસાલાની પ્રાથમિક જરૂરિયાતની સહાય કીટ વિતરણ કરવાનું આયોજન ભક્તેશ્વર મહાદેવ હોલ ખાતે પ્રમુખ સનત રાણાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું જેમાં દાતા હરેશભાઈ રાણા, ઉપ પ્રમુખ અશોકભાઈ રાણા,કાંતિભાઈ રાણા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Next Story