Connect Gujarat
ભરૂચ

ભરૂચ : શાસ્ત્રીય સંગીતના પ્રચાર-પ્રસાર માટે કે.જે.ચોક્સી પબ્લિક લાયબ્રેરી ખાતે યોજાયો "સંગીત મંચ" કાર્યક્રમ…

'આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશન' તથા 'અંતઃ સ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક'ના સંયુક્ત ઉપક્રમે ભરૂચ શહેરના કણબીવગા સ્થિત કે.જે.ચોકસી પબ્લિક લાયબ્રેરી ખાતે "સંગીત મંચ" કાર્યક્રમ યોજાયો હતો,

X

ભરૂચમાં શાસ્ત્રીય સંગીતના પ્રચાર પ્રસાર માટે 'આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશન' તથા 'અંતઃ સ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક'ના સંયુક્ત ઉપક્રમે "સંગીત મંચ" કાર્યક્રમનું ભરૂચની કે.જે.ચોકસી પબ્લિક લાયબ્રેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

'આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશન' તથા 'અંતઃ સ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક'ના સંયુક્ત ઉપક્રમે ભરૂચ શહેરના કણબીવગા સ્થિત કે.જે.ચોકસી પબ્લિક લાયબ્રેરી ખાતે "સંગીત મંચ" કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે સિદ્ધાર્થ બોઝના સરોદવાદનથી શાસ્ત્રીય સંગીતના રાગ ગાવતી, રાગ પીલુ તથા રાગ ભૈરવીના સૂરોથી પબ્લિક લાયબ્રેરી ગુંજી ઉઠી હતી. આમંત્રિત કલાકારોએ આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશનના સંસ્થાપક વ્યાનુ વ્યાસ તથા અંત: સ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિકના સંસ્થાપક ડૉ. જાનકી મીઠાઈવાલાનો આભાર માની તેમની શાસ્ત્રીય સંગીતના પ્રચાર પ્રસારની ભાવનાને બિરદાવી હતી. 'સંગીત મંચ'ને સાંગીતિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા ભરૂચના 'પંડિત ઓમકારનાથ ઠાકુર સંગીત મંડળ'ના ચેરમેન જે.કે.શાહ આ ભગીરથ કાર્યમાં સહયોગી બની મંડળના સહયોગની પુષ્ટિ કરી હતી. જોકે, આગામી તા. 17 ફેબ્રુઆરીના રોજ કે.જે.ચોકસી પબ્લિક લાયબ્રેરી ખાતે 'સંગીત મંચ'નો ત્રીજો માસિક કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં વિનામુલ્યે શાસ્ત્રીય સંગીતનો અનુભવ કરવા માટે ભરૂચની જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Next Story