Connect Gujarat
ભરૂચ

ભરૂચ: સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા બહેનોને આત્મનિર્ભર કરવા માટે બ્યુટી પાર્લર તાલીમ વર્ગ શરૂ કરાયો

ભરૂચ: સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા બહેનોને આત્મનિર્ભર કરવા માટે બ્યુટી પાર્લર તાલીમ વર્ગ શરૂ કરાયો
X

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ અને જન શિક્ષણ સંસ્થાન ભરૂચના સંયુક્ત ઉપક્રમે આત્મનિર્ભર ભારત અંતર્ગત "બ્યુટી એન્ડ વેલનેશ" બ્યુટી પાર્લરનો ત્રિમાસિક તાલીમ વર્ગ બહેનો માટે શરૂ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે જન શિક્ષણ સંસ્થાનના નિયામક ઝયનુલ સૈયદ દિપા માસી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. ઝયનુલસાહેબે સંસ્થા વિશેની વિસ્તૃત માહિતી આપી આ કોર્સ વિશે જાણકારી આપી વિધિવત રીતે આ કોર્સની શરૂઆત કરાવી હતી. દિપા માસીએ તાલીમઆર્થી બહેનોને આશીર્વચન આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલીયા, ઉપપ્રમુખ સવિતાબેન રાણા, સેક્રેટરી ચૈતાલીબેન શાહ, પ્રોજેક્ટ ચેરમેન ઉમાબેન શર્મા તથા સંસ્થાના સભ્યબહેનો રહ્યા હતા. જેનું સમગ્ર સંચાલન સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતુ.

Next Story