અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અનેક કાર્યક્રમોના અયોજનો કરાઈ રહ્યા છે. ત્યારે ભરૂચ ખાતે ઇસ્કોન મંદીર દ્વારા જ્યોતિનગરથી ઝાડેશ્વર સુધીની નગર સંતકીર્તન યાત્રા નીકળી હતી.
અયોધ્યા ધામમાં ભગવાન શ્રી રામની ભવ્ય પ્રાણ પ્રતિસ્થા મહોત્સવના ઉપલક્ષ્યમાં ભરૂચમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન શ્રી રામના દિવ્ય નામ નગર સતકીર્તન તથા પ્રસાદ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું.જેમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી ની ઉપસ્થિતિમાં ઇસ્કોન ભરૂચના મુખ્ય નિર્દેશક સ્વામીજી ચૈતન્ય મહાપ્રભુ દાસના માર્ગદર્શનમાં સવારે 9 કલાકે જ્યોતિ નગર પાણીની ટાકીથી ઝાડેશ્વર ચોકડી સુધી યાત્રા નીકળી હતી.જેમાં નગર કીર્તન યાત્રામાં શ્રી રામના દિવ્ય નામનું કીર્તન પ્રસાદ વિતરણ તથા રામાયણ ગ્રંથનું વિતરણ કરવામાં આવ્યું હતું.