/connect-gujarat/media/post_banners/6e1c12171f4dfead10c49d775a44b7adf6df5c6befa5cacc9b213957e498076c.jpg)
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત લિટલ મિરાકલ પ્રિ સ્કૂલ ખાતે વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત લિટલ મિરાકલ પ્રિ સ્કૂલ ખાતે વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ કૃતિઓ રજૂ કરી કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ સહિતના આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન લિટલ મિરાકલ પ્રિ સ્કૂલના આચાર્ય, શિક્ષકગણ સહિત મોટી સંખ્યામાં વાલીઓએ રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.