ભરૂચ: વીજ વપરાશ 16% વધી જવાથી વીજ સંકટ જુઓ AIPEFના જોઇન્ટ સેક્રેટરી એ.આર.પ્રજાપતિએ શું કહ્યું

સમગ્ર વિશ્વમાં વીજળીની માંગ ઉઠી છે તેને લઈને વૈશ્વિક સ્તરે વીજળીની મહાસમસ્યા ઉદ્ભવી છે વિવિધ રાજ્યોમાં હાલ વીજકાપ મુકાઈ રહ્યો છે

New Update
ભરૂચ: વીજ વપરાશ 16% વધી જવાથી વીજ સંકટ જુઓ AIPEFના જોઇન્ટ સેક્રેટરી એ.આર.પ્રજાપતિએ શું કહ્યું

વર્તમાન પરિસ્થિતિમાં કોરોના પછી સમગ્ર વિશ્વમાં વીજળીની માંગ ઉઠી છે તેને લઈને વૈશ્વિક સ્તરે વીજળીની મહાસમસ્યા ઉદ્ભવી છે કોલસાની અછતને પગલે વિવિધ રાજ્યોમાં હાલ વીજકાપ મુકાઈ રહ્યો છે ત્યારે આવનાર સમયમાં આપણા દેશ અને રાજ્યોમાં બ્લેક આઉટનો ખતરો ઉભો થયો છે

ભારત કોલસાનું ઉત્પાન કરતો દુનિયાનો બીજો સૌથી મોટો દેશ છે હાલમાં દેશમાં કોલસાની અછત સર્જાય છે જેને કારણે સમગ્ર ઉત્તર મધ્ય અને પૂર્વોત્તર રાજ્યોમાં સંકટનો ખતરો સર્જાયો છે ત્યારે આપણા દેશના ૨૦થી વધુ રાજ્યોમાં લાંબા સમયથી વીજકાપ લાગુ કરવામાં આવ્યો છે કોલસાની અછતને પગલે કેટલાક પાવર હાઉસ સતત કામ કરી શકતા નથી વીજ ક્ષેત્રે સંકળાયેલા કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે આવનાર સમયમાં લોકો વિજળીનો બચાવ નહીં કરે તો બ્લેક આઉટનો ગંભીર ખતરો આપણા ભારત દેશ પર તોળાઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેરના કારણે કોલસાની ખાણો પર અત્યંત ખરાબ અસર થઈ હતી જ્યારે પાવર પ્લાન્ટમાં વીજળી ઉત્પાદન એક પણ દિવસ બંધ રહેવા પામી ન હતી જેને કારણે કોલસાની માંગ યથાવત્ રહી હતી એટલે વીજળી ઉત્પાદન એક પણ દિવસ બંધ રહ્યું નથી. હકીકતમાં કોરોના મહામારીમાં કોલસાની ખાણોમાં પ્રિ-મોન્સૂન કામગીરી કરી શક્યા ન હતા

જેને લઇને પ્રિ-મોન્સૂનની તૈયારી જેવી કે મેન્ટેનન્સનું કામ કરી શકાયું નથી તો બીજી તરફ વીજળીનો વપરાશ 16% વધી જવાથી દેશમાં વીજ સંકટ ઊભું થયું છે કોલસાની ખાણો અને કોલસાનું ઉત્પાદન કરતાં વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ખાણોમાં પાણી ભરાઇ જતા કોલસાનું ઉત્પાદન પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો પરંતુ કોરોના કાળમાં થયેલા નુકસાનની ભરપાઈ માટે ઔદ્યોગિક કંપનીઓમાં ઓવર વર્ક ચાલુ થતા ઇન્ડસ્ટ્રીયલ વીજળીની માંગ વધી છે આ સમયગાળામાં વીજળીની દૈનિકમાં માંગ ચાર અબજ યુનિટથી વધારે થઈ ગઈ છે. ૬૫ થી ૭૦ ટકા વીજળી એકલા કોલસા આધારિત પાવર પ્લાન્ટ માંથી મળે છે આ કારણને લઈને વીજ સમસ્યા સર્જાય છે આ સમસ્યા સર્જાવાને કારણે ભારત સરકાર પણ ચિંતિત બની તજજ્ઞોની મદદ લઇ આવનાર દિવસમાં વીજળીની સમસ્યા વધુ ન સર્જાય તે માટેના પ્રયાસો કરી રહ્યા છે