/connect-gujarat/media/post_banners/788af415f6c76bc412ee4acc224a3975529f8440111cf4a32db16287b09635c7.jpg)
ભરૂચના પાંચબત્તી નજીક આવેલ પાનમ પ્લાઝાના વેપારીઓએ પાર્કિંગના મુદ્દે આજરોજ નગરપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી હતી જો કે નગરપાલિકાના સત્તધીશો દ્વારા પ્રશ્નના નિરાકરણની ખાતરી આપવામાં આવતા પ્રદર્શન મોકૂફ રાખવામા આવ્યું હતું
ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. માર્ગ પર આડેધડ પાર્ક કરી દેવામાં આવતાં વાહનોને ટો કરી તેમના માલિકો પાસેથી દંડ વસુલવામાં આવી રહયો છે. સોમવારના રોજ એ ડીવીઝન પોલીસે ટ્રાફિક ડ્રાઇવના ભાગરૂપે પાનમ પ્લાઝા પાસે પાર્ક કરેલાં વાહનોની હવા કાઢી વાલ્વ ફેકી દીધાં હતાં.પોલીસની કાર્યવાહીના વિરોધમાં પાનમ પ્લાઝાના વેપારીઓએ પહેલાં તો પાંચબત્તી પોલીસ ચોકી ખાતે હોબાળો મચાવ્યો હતો. બાદમાં પાંચબત્તીથી રેલી સ્વરૂપે એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યાં હતાં. વેપારીઓએ સવાલ ઉઠાવ્યો હતો કે, વાહનો ટો કરવામાં આવે તો બરાબર છે પણ પોલીસે વાહનોની હવા કાઢી નાંખી વાલ્વ પણ ફેંકી દીધાં હતાં જે યોગ્ય નથી.વેપારીઓએ પોલીસ કાર્યવાહીના વિરોધમાં મંગળવારે સવારે 11 વાગ્યે પાનમ પ્લાઝાના તમામ વાહનોને પાલિકા કચેરીના પટાંગણમાં પાર્ક કરવામા આવી હતી. આ જાહેરાતના પગલે નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું. નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ વેપારીઓ સાથે મુલાકાત હતી અને તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા. અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે હાલ સેવાશ્રમ રોડ પર વરસાદી પાણી ભરાય છે તે પ્રશ્નના નિરાકરણ માટે રોડની કામગીરી ચાલી રહી છે જેના પગલે વેપારીઓને તકલીફ પડી રહી છે પરંતુ આગામી 48 કલાકમાં આ કામગીરી પૂર્ણ થતાં પાર્કિંગના પ્રશ્નનું પણ નિરાકરણ આવશે
મયુરીથી સીટી સર્વેની કચેરી સુધીનો જતો રસ્તો પાઇપલાઇન માટે ખોદવામાં આવ્યો છે. સોમવારે રસ્તો બંધ કરાયો હોવાથી પાનમ પ્લાઝાના વેપારીઓએ તેમના વાહનો મુખ્ય રોડ પાસે પાર્ક કર્યા હતાં જેના પગલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. વેપારીઓની રજૂઆત સાંભળી નગરપાલિકા દ્વારા સમસ્યાના નિરાકરણની ખાતરી આપવામાં આવતા વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે