Connect Gujarat
ભરૂચ

ભરૂચ: સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા વડીલોના ઘર ખાતે કરાયું સેવા કાર્ય

ભરૂચના સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્થાપકના જન્મ દિવસની વડીલોના ઘર ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી

X

ભરૂચના સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્થાપકના જન્મ દિવસની વડીલોના ઘર ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચના સ્થાપક હેમાપટેનો જન્મ દિવસ વડિલોના ઘર ખાતે ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે "આત્મનિર્ભર ભારત" અંતર્ગત સંસ્કૃતિ ટ્રસ્ટ દ્વારા ચાલતા બ્યુટીપાર્લર અને સીવણક્લાસમાં તાલીમ પામેલ બહેનોને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિતચાવડા તથા ઉપપ્રમુખ નીનાબા યાદવના હસ્તે સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.કુટુંબ પ્રબોધન ભરૂચ જિલ્લાના પ્રમુખ શૈલેષ ગોસ્વામીએ આ પ્રસંગે કુટુંબે શુભ પ્રસંગોની ઉજવણી કેવી રીતે કરવી, કુટુંબ વ્યવસ્થા મજબૂત બનાવવા ઘર પરિવારે એક સમયે સાથે બેસીને ભોજન કરવું તથા સ્ત્રીઓના સશક્તિકરણ, આત્મરક્ષણ તથા આત્મનિર્ભર માટે ઉદબોધન કર્યુ હતુ.આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

Next Story