/connect-gujarat/media/post_banners/797203b3589df9a079096a8ad0873d786890f175c038835551a63661dbb493d1.jpg)
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ ત્રણ સોસાયટીમાં ગટર લાઈનના કામનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત કરાયું ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ગીતાકુંજ સોસાયટી, સૂર્યનારાયણ સોસાયટી અને નારાયણ દર્શન-૨માં ગટરો લાઈનને લઇ સ્થાનિકોએ ગ્રામ પંચાયત અને જીલ્લા પંચાયતમાં રજૂઆત કરી હતી જે રજુઆતને ધ્યાનમાં રાખી ૧૫મા નાણાપંચ,જીલ્લા પંચાયત સ્વભંડોળ,જીલ્લા પંચાયત સભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા ૨૩ લાખના ખર્ચે ત્રણ સોસાયટીની ડ્રેનેજની લાઈનનું કામ મંજુર કરવામાં આવ્યું હતું જે કામગીરીનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી અને ગામના સરપંચ,ડેપ્યુટી સરપંચ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.