ભરૂચ: રણછોડજી મંદિરે શરદ પૂર્ણિમાની પરંપરાગત રીતે થશે ઉજવણી, દીપમાળા લાઇટિંગથી ઝગમગી ઉઠશે

કોરોના કાળ બાદ આ વર્ષે ભરૂચના રણછોડજી મંદિરે શરદ પૂર્ણિમાએ દીપમાળા અને ઉભા ભજનનો સહિતના કાર્યક્રમોને લઇ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

New Update

છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેરના રણછોડજી ઢોળાવમાં આવેલા અતિપૌરાણિક રણછોડજી મંદિરે શરદ પૂર્ણિમાની ઉજવણીનો અનેરો મહિમા રહેલો છે. દર વર્ષે આ સ્થળે આવેલી દીપમાળાને લાઈટિંગ કરીને જગમગાટ કરવામાં આવે છે. શરદપૂનમ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે.બે વર્ષ કોરોના કાળને બાદ કરતા આ વર્ષે છૂટછાટ મળતા જ દીપમાળા ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે રણછોડજી મંદિરના શણગાર સાથે આરતી તેમજ દીપમાળાને લાઈટિંગ કરવા અને ઉભા ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા ભાવિક ભક્તોને નિમંત્રણ પાઠવાયું છે.