Connect Gujarat
ભરૂચ

ભરૂચ : "શુટર્સ" કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ, રાઇફલ એસો. તરફથી કરાયું સન્માન

ભરૂચ ડીસ્ટ્રીક રાઈફલ શુટિંગ એસોસિએશનના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે

X

ભારતીય ટીમ માટે ખેલાડીઓની પસંદગી માટે થનારી ટ્રાયલ માટે ભરૂચના શુટર્સ તૈયારીઓ કરી રહયાં છે. આ શુટર્સનું ભરૂચ જિલ્લા રાઇફલ એસો. તરફથી સન્માન કરાયું છે. ભરૂચ જિલ્લાના ખેલાડીઓ વિવિધ રમતોમાં તેમનું કૌવત બતાવી રહયાં છે. માત્ર ક્રિકેટ જ નહિ અન્ય રમતોમાં પણ ખેલાડીઓ આગળ આવી રહયાં છે.64મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપ 2021 ભોપાલ ખાતે તારીખ 25 નવેમ્બર થી 10 ડિસેમ્બર દરમિયાન યોજવામાં આવી હતી.જેમાં ભરૂચ ડીસ્ટ્રીક રાઈફલ શુટિંગ એસોસિએશનના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ તમામ શુટર્સનું ભરૂચ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશનના પ્રમુખ અરૂણસિંહ રણા, સેક્રેટરી અજય પંચાલ અને કોચ મિત્તલ ગોહિલની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, ખુશી ચુડાસમા, પૃથ્વીરાજ રણા, ધનવીર રાઠોડ, સોમ વિશાવડિયા, અદિતિ રાજેશ્વરી, તનવી જોધાણી નેશનલ ચેમ્પિયનશીપ માટે પસંદગી પામ્યા છે. આ ઉપરાંત ખુશી ચૂડાસમા, ધનવિર રાઠોડ અને સોમ વિસાવડિયા ઇન્ડિયન ટીમની ઈન્ટરનેશનલ લેવલની ટ્રાયલ માટે પસંદગી પામતાં તેમણે સઘન પ્રેકટીસ શરૂ કરી દીધી છે.

Next Story