ભરૂચ: ગવર્મેન્ટ એમપ્લોઇસ કો-ઓ.ક્રેડિટ સોસાયટીનો રજત જયંતિ મહોત્સવ યોજાયો

ધી ગવર્મેન્ટ એમપ્લોઇસ કો-ઓ. ક્રેડિટ સોસાયટી લિમિટેડ ભરૂચ દ્વારા રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

New Update
ભરૂચ: ગવર્મેન્ટ એમપ્લોઇસ કો-ઓ.ક્રેડિટ સોસાયટીનો રજત જયંતિ મહોત્સવ યોજાયો

ધી ગવર્મેન્ટ એમપ્લોઇસ કો-ઓ. ક્રેડિટ સોસાયટી લિમિટેડ ભરૂચ દ્વારા રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

ધિ ગવર્મેન્ટ એમપ્લોઇસ કો-ઓ. ક્રેડિટ સોસાયટી લિમિટેડ ભરૂચ દ્વારા સફળતાના ૨૫ વર્ષ પૂર્ણ કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે પંડિત ઓમકારનાથ હોલ ખાતે રજતજયંતિ મહોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો જેમાં સંસ્થા દ્વારા આઝાદીનાં ૭૫ વર્ષની આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યા હતા જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, લોકનૃત્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને રજત જ્યંતી મહોત્સવનું ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જાણીતા લોકગાયક ભીખુદાન ગઢવી તથા તેઓના કલાવૃંદનો ડાયરો યોજાયો હતો.આ પ્રસંગે જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી,જિલ્લા રજીસ્ટાર પી.બી.કંકોટીયા,સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ ડો.વિનોદ ઉપધ્યાય,ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર,સોસાયટીના ચેરમેન મહિપતસિંહ તેમજ આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા

Latest Stories