ભરૂચ: આમોદના તણછા ગામ પાસે આવેલ ડેક એન્ડ મેવરીક્સ ઇન્ફ્રાટેક કંપનીમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.5.26 લાખના માલમત્તાની ચોરી

તણછા ગામ પાસે આવેલ ડેક એન્ડ મેવરીક્સ ઇન્ફ્રાટેક કંપનીના સોલાર પ્લાન્ટને તસ્કરોએ નિશાન બનાવી વાયરો મળી કુલ ૫.૨૬ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ભરૂચ: આમોદના તણછા ગામ પાસે આવેલ ડેક એન્ડ મેવરીક્સ ઇન્ફ્રાટેક કંપનીમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.5.26 લાખના માલમત્તાની ચોરી
New Update

આમોદ તાલુકાના તણછા ગામ પાસે આવેલ ડેક એન્ડ મેવરીક્સ ઇન્ફ્રાટેક કંપનીના સોલાર પ્લાન્ટને તસ્કરોએ નિશાન બનાવી વાયરો મળી કુલ ૫.૨૬ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

મૂળ અમદાવાદના અને હાલ આમોદની ઉવેશ પાર્ક-૨મા રહેતા મનોહર વિઠ્ઠલ પંજનકર અમદાવાદની ડેક એન્ડ મેવરીક્સ ઇન્ફ્રાટેક કંપનીના આમોદના તણછા ગામ સ્થિત ૧૭ મેગવોત સોલાર પ્લાન્ટમાં સ્ટોર કીપર તરીકે નોકરી કરી છે જેઓના સોલાર પ્લાન્ટને ગત તારીખ-૧૭મી ફેબ્રુઆરીથી ૧૯મી ફેબ્રુઆરી દરમિયાન તસ્કરોએ નિશાન બનાવ્યો હતો તસ્કરો સોલાર પ્લાન્ટમાં પ્રવેશ કરી અંદર રહેલ વાયરો મળી કુલ ૫.૨૬ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે આમોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

#Bharuch #Connect Gujarat #BeyondJustNews #Theft #Amod #Tanacha village #Deck & Mavericks Infratech Company
Here are a few more articles:
Read the Next Article