ભરૂચમાં તસ્કરોનો આતંક વધી રહ્યો છે. શહેરના સ્ટેશન રોડ પર ચાર જ્યારે સેવાશ્રમ રોડ પર ચાર દુકાનના તાળા તૂટ્યા હતા.
ભરૂચ શહેરમાં ચોરીને અંજામ આપતા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે ફરી એક વાર પોલીસને પડકાર આપતા તસ્કરોનો આતંક વધી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગ પર આવેલા શેઠના પ્લાઝા અને શાલીમાર કોમ્પ્લેક્સમાં 4 દુકાનોના શટર તૂટ્યા જ્યારે સેવાશ્રમ શોપિંગ સેન્ટરમાં પણ 4 દુકાનોના શટર તૂટ્યા હતા. તસ્કરો શટર ઉંચા કરી દુકાનમાં પ્રવેશી હાથફેરો કર્યો હતો. જોકે દુકાનમાં કરાયેલ ચોરીની કરતુત નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થવા પામી હતી. ચોરી કરવા આવેલા ત્રણ ચોરો સીસીટીવીમાં કેદ થયા છે. હાલતો એ ડિવિઝન પોલીસ સ્થળ પર પોહોંચી આગળની તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ભરૂચ શહેરમાં દુકાનો તસ્કરોના નિશાન ઉપર આવ્યા હોવાની બાબતો સામે આવી ચૂકી છે. પરંતુ ફરી એક વાર શહેરમાં એક સાથે 8 દુકાનોને નિશાન બનાવી તસ્કરીની ઘટનાને અંજામ આપતા તસ્કર તત્વો પોલીસની નાઈટ પેટ્રોલિંગની આબરૂના ધજાગરા ઉડાડી રહ્યા છે.