Connect Gujarat
ભરૂચ

ભરૂચ: દેશમાં જેહાદીઓના સોશ્યલ મીડિયા એકાઉન્ટ ચાલુ છે અને મારા બ્લોક કરાયા: ડો.પ્રવિણ તોગડીયા

લોકસભાની ચૂંટણીની જાહેરાતની સાથે જ રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે.

X

લોકસભાની ચૂંટણીની જાહેરાતની સાથે જ રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો.પ્રવિણ તોગડીયા ભરૂચની મુલાકાતે પધાર્યા હતા તેઓએ સંગઠનના હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી.આ પ્રસંગે ડોક્ટર પ્રવીણ તોગડિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં તેઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક થવા અંગે નિવેદન આપ્યું હતું.

તેઓએ જણાવ્યું હતું કે દેશમાં જેહાદીઓના એકાઉન્ટ ચાલુ છે પરંતુ તેમના એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે આ મામલે સરકાર દ્વારા તપાસ થવી જોઈએ

તો આ તરફ અંકલેશ્વરમાં તાજેતરમાં જ ધર્માંતરણનો મુદ્દો પણ સામે આવ્યો હતો આ બાબતે પ્રવીણ તોગડીયાએ નિવેદન આપ્યું હતું કે જવાબદારો સામે ફરિયાદ દાખલ કરાવી તેમને સજા મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે.

Next Story