ભરૂચમાં વરસાદ વચ્ચે નર્મદા બંગલો સોસાયટીના જાહેર માર્ગ ઉપર વજનદાર વીજપોલ ધસી પડતા સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. જોકે મોડી રાત્રે ઘટના સર્જાય હોવાના કારણે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.
ભરૂચ શહેરના જાહેર માર્ગો ઉપર સિમેન્ટના થાંભલા ધસી પડવાની અનેકવાર ઘટનાઓ સામે આવી રહી છે. ગતરોજ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસેલા વરસાદ સાથે નર્મદા બંગલો સોસાયટીના જાહેર માર્ગ ઉપર વજનદાર વીજ થાંભલો ધસી પડતા સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો હતો.
મળતી માહિતી અનુસાર, ભરૂચના મકતમપુર બોરભાઠાબેટ વિસ્તારમાં આવેલ નર્મદા સોસાયટીની બહાર જાહેર માર્ગ ઉપર મોડી રાત્રિએ સિમેન્ટનો થાંભલો ધસી પડતા સમગ્ર પંથક અંધારપટ છવાયો હતો.
જોકે મોડી રાત્રે ઘટના સર્જાય હોવાના કારણે કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ જો આ દુર્ઘટના રવિવારના દિવસે સર્જાઈ હોત તો આ વિસ્તારમાં જ તંત્ર દ્વારા જળકુંડ ઉભુ કરાયું હતું અને શ્રીજી વિસર્જન કરાયું હતું. ત્યારે શહેરના જાહેર માર્ગો ઉપર સિમેન્ટના થાંભલા બદલે લોખંડના થાંભલા મૂકવામાં આવે તે જરૂરી છે.