ભરૂચ: SOGએ ગાંજાના છોડ સાથે વૃદ્ધની કરી ધરપકડ,રૂ. 28 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો

ભરૂચ એસ.ઓ.જીએ રાજપારડી પોલીસ મથકની હદમાંથી ગાંજાના છોડ મળી 28 હજારના મુદ્દામાલ સાથે વૃદ્ધને ઝડપી પાડ્યો હતો.

New Update
ભરૂચ: SOGએ ગાંજાના છોડ સાથે વૃદ્ધની કરી ધરપકડ,રૂ. 28 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો

ભરૂચ એસ.ઓ.જીએ રાજપારડી પોલીસ મથકની હદમાંથી ગાંજાના છોડ મળી 28 હજારના મુદ્દામાલ સાથે વૃદ્ધને ઝડપી પાડ્યો હતો.

ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ભરૂચ શહેર અને જીલ્લામાં યુવાધન નશાના રવાડેના ચડે અને નશાયુકત પદાર્થોના ખરીદ-વેચાણ તેમજ હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચનાને ભરૂચ એસ.ઓ.જીના પી.આઈ એ.એ.ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ આર.એસ.ચાવડા સહિત સ્ટાફ જીલ્લામાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપારડી પોલીસ મથકની હદમાં ઓરપટાર ગામમાં રહેતો પ્રકાશદાસ બાબાઉદાસ ઉદાસીનએ પોતાની જગ્યામાં વનસ્પિતજન્ય લીલા ગાંજાના છોડ ઉગાડ્યા છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી લીલા ગાંજાના બે છોડ અને સૂકો ભેજયુક્ત 294 ગ્રામ મળી કુલ 28 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને રહે.ઓરપટાર ગામમાં રહેતો પ્રકાશદાસ બાબાઉદાસ ઉદાસીનને ઝડપી પાડ્યો હતો.

Latest Stories