Connect Gujarat
ભરૂચ

ભરૂચ : બિહારના 3 શાર્પશૂટરોને પુત્રએ જ આપી સોપારી, પિતાનું કાસળ કાઢવા રચ્યું હતું કાવતરું : પોલીસ

મકતમપુર રોડ પર નર્સરીના માલિક પર થયેલા 4 રાઉન્ડ ફાયરિંગ મામલે LCB પોલીસે 12 દિવસમાં ભેદ ઉકેલી પુત્ર સહિત બિહારના 3 શાર્પશૂટરોને ઝડપી પાડ્યા છે.

X

ભરૂચ શહેરના મકતમપુર રોડ પર નર્સરીના માલિક પર થયેલા 4 રાઉન્ડ ફાયરિંગ મામલે LCB પોલીસે 12 દિવસમાં ભેદ ઉકેલી પુત્ર સહિત બિહારના 3 શાર્પશૂટરોને ઝડપી પાડ્યા છે. પુત્રને પિતા સાથે નાણાંકીય લેવડ દેવડ બાબતે તકરાર થતા વેપારીના પુત્રએ જ શાર્પશૂટર મિત્રને સોપારી આપી હોવાનું બહાર આવ્યું છે.

ગત તા. 11 એપ્રિલના રોજ ભરૂચ શહેરના મક્તમપુર વિસ્તારમાં વહેલી સવારે કુદરતી હાજતે ગયેલા 55 વર્ષીય આધેડ પર થયું ફાયરિંગની ઘટના સામે આવી હતી. જેમાં નર્સરીના માલિક રામ ઈશ્વર શાહ ઉપર અજાણ્યા શખ્સોએ આડેધડ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં રામ ઈશ્વર શાહને છાતી અને માથા ભાગે ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે તેઓને વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગોળીબાર થતાં જ આસપાસના લોકોમાં અફરાતફરી મચી હતી. બનાવના ભરૂચ સી’ ડિવિઝન પોલીસ કાફલાએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે, આ ઘટનામાં પોલીસને સ્થળ પરથી 4 ફુટેલી કારતૂસ પણ મળી આવી હતી. તો બીજી તરફ, ઇજાગ્રસ્ત રામ ઈશ્વર શાહના પુત્ર લલન શાહે ગામમાં બનેલી જૂની ઘટનાની અદાવતમાં આ ફાયરિંગ કરાવ્યુ હોવાની પોલીસને શંકા હતી, ત્યારે રામ ઈશ્વર શાહ પર થયેલ 4 રાઉન્ડ ફાયરિંગ મામલે LCB પોલીસે 12 દિવસમાં ભેદ ઉકેલી પુત્ર સહિત બિહારના 3 શાર્પશૂટરોને ઝડપી પાડ્યા છે. જેમાં પુત્રને પિતા સાથે નાણાકીય લેવડ દેવડ બાબતે તકરાર થતા વેપારીના પુત્રએ જ શાર્પશૂટર મિત્રને સોપારી આપી હોવાનું બહાર આવ્યું છે, ત્યારે હાલ તો પોલીસે દેશી કટ્ટા સહિતના મુદ્દામાલ સાથે આરોપી પુત્ર લલન શાહ, બિહારના રહેવાસી નંદ કિશોર શાહ, હરિઓમ કુમારકાન્ત શાહ અને રામાશંકર ગણેશ શાહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story