Connect Gujarat
ભરૂચ

ભરૂચ : શ્રી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા 17મો સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર યોજાયો, બ્રહ્મબટુકોએ જનોઈ ધારણ કરી...

હિન્દુ ધર્મમાં 16 સંસ્કારોનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે, તેમાંથી એક છે, યજ્ઞોપવિત સંસ્કાર. કે જેને ઉપનયન સંસ્કાર પણ કહેવાય છે

X

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે ભરૂચ જિલ્લા શ્રી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા 17મા સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું ધાર્મિક વિધિ સાથે આયોજન કરવામાં આવ્યું હતું.

હિન્દુ ધર્મમાં 16 સંસ્કારોનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે, તેમાંથી એક છે, યજ્ઞોપવિત સંસ્કાર. કે જેને ઉપનયન સંસ્કાર પણ કહેવાય છે. જનોઈ ત્રણ દોરાવાળું એક સૂત્ર હોય છે. જેને સંસ્કૃત ભાષામાં ‘યજ્ઞોપવીત’ કહેવામાં આવે છે. મહાવદ ચોથના દિવસે ભરૂચ જિલ્લા શ્રી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રાહ્મણ બટુકો માટે 17મા સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વેદોક્ત મંત્રોચ્ચાર સાથે 12 જેટલા બ્રહ્મબટુકોએ જનોઈ ધારણ કરી હતી. આ પ્રસંગે શ્રી સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ બિપિન ભટ્ટ, મહામંત્રી બિપિન પટેલ, કન્વીનર જ્યેન્દ્ર ઉપાધ્યાય, ખજાનચી શૈલેશ દવે, દિપક ઉપાધ્યાય,પ્રદીપ રાવલ, લલિત શર્મા, જ્યેન્દ્ર ભટ્ટ, શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ, રાજુ ભટ્ટ સહિતના બ્રહ્મ અગ્રણીઓએ ઉપસ્થિત રહી બટુકોને આશીર્વાદ આપ્યા હતા.

Next Story