ભરૂચની જયઅંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અને નારાયણ વિદ્યાવિહાર ખાતે ચેનલ નર્મદા અને ભારત વિકાસ પરિષદ દ્વારા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચની ચેનલ નર્મદા, નારાયણ વિદ્યાવિહાર, જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલ તથા ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે આજરોજ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નારાયણ વિદ્યાવિહાર સ્કુલ ખાતે ધો. ૫ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે તેમજ જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે ધો. ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે આ સ્પર્ધા યોજવામાં આવી હતી. સ્પર્ધકોને ચાર વિષય આપવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ નિદર્શન કર્યું હતું. ગ્રુપ એ માં પ્રથમ ક્રમે હેતવી વાડિયા, દ્વિતીય ક્રમે સાક્ષી તથા તૃતીય ક્રમે હેતવી શાહ વિજેતા જાહેર થયા હતા. ગ્રુપ એ માં નિર્ણાયક તરીકે યુવરાજસિંહ પરમાર, જીગર દવે તથા દિગ્વિજય પાઠકે સેવાઓ આપી હતી. વિજેતાઓને નારાયણ વિદ્યાવિહારના આચાર્ય મહેશભાઈ ઠાકરના હસ્તે ટ્રોફી તેમજ રોકડ ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો ગ્રુપ બીમાં નિર્ણાયક તરીકે નિવૃત્ત શિક્ષક નીતિનભાઈ દવે, પ્રો. ચંદ્રેશભાઈ પરમાર, તથા હિતેન્દ્રસિંહ રાજે સેવાઓ આપી હતી. બી ગ્રુપમાં પ્રથમ ક્રમે સ્વાતી તિવારી, દ્વિતીય ક્રમે મુલ્લા ઝકીયા અને તૃતીય ક્રમે હેની પારેખ વિજેતા જાહેર થયા હતા. ચેનલ નર્મદાના ડીરેક્ટર નરેશભાઈ ઠક્કરે તમામને અભિનંદન પાઠવ્યા હતા.