/connect-gujarat/media/post_banners/34b8137ba502aaccb9d8d78f08b0246b91857f87dde433e2af860d33d1dfe02a.jpg)
રાજસ્થામાં ગર્ભવતી મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજતા સ્થાનિકોએ મહિલા તબીબ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જેમાં તબીબને લાગી આવતા તેણીએ આપઘાત કરી લીધો હતો, ત્યારે તબીબોને સુરક્ષા પ્રદાન કરતો કાયદો ઘડવામાં આવે તે માટે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન ચેપ્ટર-2 ભરૂચ દ્વારા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલને રજૂઆત કરવામાં આવી હતી. ડોક્ટરને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. તો બીજી તરફ ડોક્ટર દ્વારા સારવાર દરમિયાન જો દર્દીને કંઇક થાય તો લોકો તેઓ સામે આરોપ લગાવતા પણ ખચકાતાં નથી.
તેવામાં રાજસ્થાનમાં પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ડોક્ટર સામે ફરિયાદ દાખલ થતા ડોક્ટરે મોતને વ્હાલુ કરી લીધું હતું. રાજસ્થાના દૌસા જિલ્લાના લાલસોટ વિસ્તારની મહિલા ડોક્ટરે કથિત રીતે ગળેફાંસો ખાઇ લીધો હતો. હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાના મોત બાદ સારવારમાં લાપરવાહી દાખવી હોવાનો મહિલા ડૉક્ટર અર્ચના શર્મા વિરુદ્ધ સ્થાનિકોએ કેસ દાખલ કર્યો હતો. જે બાદ મહિલા ડોક્ટરને લાગી આવતા તેણીએ આત્મહત્યા કરી હતી. મહિલા ડોક્ટરે સુસાઇડ નોટમાં "ડોક્ટરોને હેરાન કરવાનું બંધ કરો" તેમ લખ્યું હતું, ત્યારે તબીબી સમાજ પર થતા કેસોને લઈ દેશભરના તબીબોમાં રોષ જોવા મળ્યો છે.
સમગ્ર મામલે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન ચેપ્ટર-2 ભરૂચ દ્વારા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલને રજૂઆત કરવામાં આવી હતી. તબીબોને સુરક્ષા પ્રદાન કરતો કાયદો ઘડાય, ભરૂચના કોઈપણ હોસ્પિટલ પરિસરમાં કટોકટીની પરિસ્થિતિ ઉભી ન થાય, તમામ તબીબોને રક્ષણ પૂરું પાડવા જેવી વિવિધ માંગણી સાથે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે ડોક્ટરોની રજૂઆતને મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી સુધી પહોચાડવા તેમજ બનતા પ્રાયસ કરવા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે ખાતરી આપી હતી.