ભરૂચ: યોગ બોર્ડ દ્વારા 5 સેન્ટરો પર સમર સંસ્કાર કેમ્પ યોજાયા, 500 બાળકોએ લીધો લાભ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં 200 સ્થળોએ ૭ થી ૧૫ વર્ષના બાળકો માટે " સમર સંસ્કાર "કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ: યોગ બોર્ડ દ્વારા 5 સેન્ટરો પર સમર સંસ્કાર કેમ્પ યોજાયા, 500 બાળકોએ લીધો લાભ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચના 5 સેન્ટરો પર યોજાયેલ સમર સંસ્કાર કેમ્પનો 500 જેટલા બાળકોએ લાભ લીધો હતો

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં 200 સ્થળોએ ૭ થી ૧૫ વર્ષના બાળકો માટે " સમર સંસ્કાર "કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના વિવિધ પાંચ સેન્ટરો ઉપર 500 જેટલા બાળકો ઉત્સાહ ઉલ્લાસ સાથે ભાગ લીધો હતો.

સમર વેકેશન દરમિયાન બાળકોમાં રમતગમતની પ્રવૃત્તિ સાથે માનસિક ,શારીરિક વિકાસ સાથે આપણી આધ્યામિક સંસ્કૃતિને પણ જળવાઈ રહે તે માટે ગાયત્રી મંત્ર તેમજ ગીતાજીના શ્લોકનું પઠન સાથે સાથે બાળકોને હળવા યોગ, આસાન, પ્રાણાયામ ,ધ્યાન, પૌષ્ટિક આહાર અને સાત્વિક આહાર લેવો જોઈએ તેવું જ્ઞાન આપવામાં આવ્યું હતું.ભરૂચ જિલ્લા ઓર્ડીનેટર ભાવિનીબેન ઠાકરના માર્ગદર્શન હેઠળ આ કેમ્પઓ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સમર કેમ્પનું GNFC સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં સમાપન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે GNFC એસએનઆર ક્લબના પ્રેસિડન્ટ પંકજ પુરોહિત,પ્રેસિડન્ટ કેતન અમીન અને સેક્રેટરી દક્ષેશ પંચોલી, હાર્ટ ફુલનેસ ટ્રેનર ડોક્ટર વિવેક વાઘેલા ડોક્ટર નિરાલી વાઘેલા આર્યુવેદિકના ડોક્ટર નામદેવ સ્વામીજી હાજર રહ્યા હતા.

Latest Stories