Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વાગરાના સડથલા ગામે સૂરજ બિલ્ડકોન કંપનીએ આદિવાસી પરિવારો સાથે ઉજવી દિવાળી

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સડથલા ગામે ગરીબ પરિવારના બાળકો સાથે સૂરજ બિલ્ડકોન કંપનીએ દિવાળીની ઉજવણી કરી હતી.

ભરૂચ : વાગરાના સડથલા ગામે સૂરજ બિલ્ડકોન કંપનીએ આદિવાસી પરિવારો સાથે ઉજવી દિવાળી
X

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સડથલા ગામે ગરીબ પરિવારના બાળકો સાથે સૂરજ બિલ્ડકોન કંપનીએ દિવાળીની ઉજવણી કરી હતી. બાળકોનો ઉમંગ જળવાઈ રહે તે હેતુસર કંપનીએ ફટાકડા, મીઠાઈ અને ડેકોરેશન લાઈટ આપી હતી.

દિવાળીનો તહેવાર આવે એટલે દિવાળીની ઉજવણી કેવી રીતે કરવી એની ચિંતામાં સૌ લાગી જાય છે. એમાંય ખાસ કરીને બાળકોમાં અનેરો ઉત્સાહ હોય છે. પરંતુ આર્થિક રીતે પછાત વર્ગના પરિવારોમાં દિવાળી કઈ રીતે થશેની સમસ્યા સતાવતી હોય છે. એવા ટાણે ગરીબ પરિવારો પણ તહેવારની ઉજવણીથી વંચિત ન રહે એ માટે સૂરજ બિલ્ડકોન કંપનીના એમડી સચિન બિયાણીએ કંપની કર્મીઓને તેમની સાથે દિવાળી ઉત્સવ ઉજવવા સૂચના આપી હતી. જેને પગલે સાયખાં કેમિકલ ઝોનમાં સૂરજ બિલ્ડકોનના કર્મચારીઓએ વાગરા તાલુકાના નાનકડા એવા સડથલા ગામના ૩૫ જેટલા આદિવાસી પરિવારો સાથે અને ખાસ તેમના બાળકો સંગ રહી દિવાળી મનાવી હતી. કંપની દ્ધારા દરેક કુટુંબને ફટાકડા, મીઠાઈ અને ઘરને સજાવવા ડેકોરેશન લાઈટ આપતા બાળકો ઝૂમી ઉઠ્યા હતા. આ પ્રસંગે સડથલાના અગ્રણી ભરતભાઇ, આસિસ્ટન્ટ મેનેજર તેમજ કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story