ભરૂચ શહેરના અલગ અલગ 3 કુત્રિમ કુંડમાં 2,073 શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન, જ્યારે ભાડભૂત ખાતે નાની અને મોટી મળી કુલ 1,114 શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગતરોજ અનંત ચૌદશ નિમિત્તે ભરૂચ જીલ્લામાં ગણેશ ભક્તોએ વાજતે ગાજતે વિઘ્નહર્તાને “અગલે બરસ તું જલ્દી આ...”ના કોલ સાથે વિદાય આપી હતી. ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત જે.બી.મોદી પાર્ક, મકતમપુર અને ઝાડેશ્વર વિસ્તાર મળી કુલ 3 કૃત્રિમ કુંડ વિસર્જન માટે બનાવાયા હતા, જ્યાં પાલિકા પ્રમુખ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહી વિસર્જનની કામગીરી નિહાળી હતી. ભરૂચ શહેરમાં 3 કુત્રિમ કુંડમાં 2073 ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે.
શહેરના ગાયત્રી મંદિર નજીક 771 જે બી મોદી પાર્ક નજીક 734 અને નારાયણનગર બંગ્લોઝ નજીકના જળકુંડમાં 568 મૂર્તિઓનું વિસર્જન કવામાં આવ્યું હતું, જ્યારે ભાડભૂત ખાતે 203 મોટી અને 911 નાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. કૃત્રિમ કુંડમાં કરવામાં આવેલી તમામ પ્રતિમાઓનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની તંત્ર દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોઈ અનિચ્છનિય બનાવ નહીં બનતા શાંતિપૂર્ણ માહોલમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન સંપન્ન થયું હતું.