Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જાહેર જનતામાં જાગૃતતા લાવવા ટેડ એક્સ ગોલ્ડન બ્રિજ ઇવેન્ટનું આયોજન, 7 વક્તાઓએ આઈડિયા અને વિચારો રજૂ કર્યા

જિલ્લામાં પ્રથમ વખત ટેડ એક્સ ગોલ્ડન બ્રિજ દ્વારા રોટરી યુથ સેન્ટર ખાતે શનિવારે ફિઝિકલ ટેડ એક્સ સ્પીકર ઇવેન્ટનું આયોજન કરાયું હતું.

X

ભરૂચ જિલ્લાની જાહેર જનતામાં અવેરનેસ લાવવાના હેતુસર ટેડ એક્સ ગોલ્ડન બ્રિજ દ્વારા રોટરી યુથ સેન્ટર ખાતે ફિઝિકલ ટેડ એક્સ સ્પીકર ઇવેન્ટ ક્ષેત્રોમાંથી 7 વિચાર-પ્રેરક વક્તાઓએ તેઓના આઈડિયા અને વિચારો રજૂ કર્યા હતા.

ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત ટેડ એક્સ ગોલ્ડન બ્રિજ દ્વારા રોટરી યુથ સેન્ટર ખાતે શનિવારે ફિઝિકલ ટેડ એક્સ સ્પીકર ઇવેન્ટનું આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લામાં ફર્સ્ટ એવર ફિઝિકલ ટેડ એક્સ સ્પીકર ઇવેન્ટમા જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી 7 વિચાર-પ્રેરક વક્તાઓએ તેઓના આઈડિયા અને વિચારો રજૂ કર્યા હતા.કેળવણી અને ઉધોગ સાહસિક અંકિત પીપલાણી, ફેશન પ્રભાવક પ્રિયંકા જૈન, પૂર્વ સેન્ય અધિકારી મેજર રુદ્રાશીષ મજમુદાર, અભિવ્યક્તિવાદ શ્વેતા રોહિરા, બાળરોગ નિષ્ણાત ડૉ. વિક્રમ પ્રેમકુમાર, પ્રવાસી અને બ્લોગર પૂજા સિંહ, પ્રવાસી તેમજ આંતરરાષ્ટ્રીય બિઝનેસ ટ્રેનર અને વિજેતા ત્રુશર રેડીજે પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા.

Next Story