Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાની મંજૂરી આપવાની માંગ સાથે ટેમ્પો ચાલકોએ આપ્યું તંત્રને આવેદન પત્ર...

ભરૂચ અને અંકલેશ્વર શહેરના ટેમ્પો ચાલકોને નર્મદા મૈયા બ્રિજના બદલે સરદાર બ્રિજ પરથી પસાર થવાના ફેરા દીઠ રૂપિયા ચૂકવવા પડતાં હોય,

X

ભરૂચ અને અંકલેશ્વર શહેરના ટેમ્પો ચાલકોને નર્મદા મૈયા બ્રિજના બદલે સરદાર બ્રિજ પરથી પસાર થવાના ફેરા દીઠ રૂપિયા ચૂકવવા પડતાં હોય, ત્યારે તેઓને પડતી આર્થિક તકલીફોને ધ્યાનમાં રાખીને નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાની પરવાનગી આપવાની માંગ સાથે કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ અને અંકલેશ્વર શહેરના ટેમ્પો તેમજ પિકઅપ ચાલકોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રાજુયાત કરી હતી. આવેનદ પત્રમાં જણાવ્યું હતું કે, અમે લોકો ટેમ્પા ચલાવી અમારું ગુજરાન ચલાવીએ છીએ. માલની હેરાફેરી માટે અવાર-નવાર ભરૂચ, દહેજ, વાગરા અને આમોદ સહિતના સ્થળે જવાનું થતું હોય છે. પરંતુ વહીવટી તંત્રના જાહેરનામાના કારણે ફોરવ્હીલ તેમજ સરકારી બસ સિવાય અન્ય કોઇ મોટા વાહનોને નર્મદા મૈયા બ્રીજ પરથી પસાર થવાની અનુમતિ આપી નથી. જેના કારણે ભરૂચ જિલ્લાના રહેવાસી હોવા છતાં સરકાર દ્વારા બનાવવામાં આવેલી સુવિધાથી વંચિત રહીએ છીએ. અંકલેશ્વરમાં વસવાટ કરનારા સ્થાનિક ટેમ્પા માલિકો તેમજ ડ્રાઇવરોને તકલીફોનો સામનો કરવો પડે છે. હાલ ધંધા રોજગાર ખૂબ જ ધીમા ચાલી રહ્યા છે. મંદી જેવો માહોલ લાગે છે, તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે, ત્યારે હોય ટેમ્પા ચાલકોને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે. નર્મદા મૈયા બ્રીજ પરથી આવવા-જવાનું ન હોય સરદાર પટેલ બ્રીજ પરથી જવાનું હોય છે, જ્યાં ભરૂચ જિલ્લામાં વસવાટ કરતા હોવા છતાં ટોલનાકા પર ફેરા દીઠ રૂા. 30/- વસુલવામાં આવે છે, અને ટોલનાકા ઉપર એજન્સીના કર્મચારીઓ ડ્રાઇવરો સાથે ગેરવર્તન કરે છે. તેમજ દહેજ ટોલનાકા પર ભરૂચ જિલ્લાના વાહનો હોવા છતાં ટોલ વસુલવામાં આવે છે. વાહનનું રજીસ્ટ્રેશ ભરૂચ જિલ્લાના આર.ટી.ઓ.નું હોવા છતાં પણ ટોલ વસુલવામાં આવે છે, ત્યારે નાના ટેમ્પા ચાલકોને નર્મદા મૈયા બ્રીજ પરથી અવર-જવર કરવા દેવામાં આવે તેવી માંગ સાથે કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

Next Story