/connect-gujarat/media/post_banners/a883bbe14da4c757295a8bcbcee4412c92ec4bd9d56083b619e2196cc031c242.jpg)
ભરૂચના જંબુસર રખડતાં ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. એક ગાયે યુવતી પર હુમલો કરીને તેને ગંભીર ઇજાઓ પહોંચાડી છે. ભરૂચ જિલ્લાના જંબુસરમાં દિવસેને દિવસે રસ્તે રઝળતા ઢોરનો આતંક વધી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરનો અંડીગો જોવા મળી રહ્યો છે. શહેરમાં ઢોરને છુટ્ટો દોર મળી જતાં જાહેર માર્ગો પર અંદરોઅંદર યુદ્ધ કરતા પણ રાહદારી સહિત અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અગાઉ પણ અનેકવાર રાહદારીઓ અને વાહનચાલકો રખડતાં ઢોરના હુમલાનો શિકાર બની ચૂક્યા છે. છતાં પણ આજદીન સુધી તનતરા દ્વારા કોઈ જાતની કાર્યાવાહી કરવામાં આવી નથી. જંબુસરના તમામ મુખ્ય માર્ગો પર રખડતાં ઢોરો અડિંગો જમાવી બેસતા હોય છે. જેના કારણે નગરજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, ગતરાત્રીના સમયે પણ ગાયે એક યુવતીને અડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ઇજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહત્વનુ છે કે આ અંગે નગરપાલિકા વિરોધપક્ષ દ્વારા પણ મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડી છે. ત્યારે હવે નગરપાલિકા સત્તાધીશો લોકોના હિતનું વિચારીને આ સમસ્યાનું નિરાકરણ ક્યાં સુધી લાવે છે તે તો જોવું રહ્યું.!