New Update
/connect-gujarat/media/post_banners/e0ecf876f8e857bf485c819be396b41953ac812fe73b15464bbfdcab34ff5f59.webp)
ભરૂચના આમોદમાં બાપા સીતારામ મંદિરનો ૧૬ મો પાટોત્સવ વાલ્મિકી સમાજ દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.પાટોત્સવ નિમિત્તે બાપા સીતારામની તિલક મેદાન ખાતે આવેલા વેરાઈમાતા મંદિરેથી ડી.જે.ના તાલ સાથે ભક્તિમય ગીતોના સથવારે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.શોભાયાત્રા દરમિયાન આતશબાજી પણ કરવામાં આવી હતી.શોભાયાત્રામાં આમોદના મનોજભાઈ શાહ સહિતના આગેવાનો પણ જોડાયા હતા.બાપા સીતારામ મંદિરે પહોંચ્યા બાદ મહાઆરતી કરવામાં આવી હતી.