/connect-gujarat/media/post_banners/452b1674935624c8fa872e6d35731f3628584781ab4da188c8a675e70a761471.jpg)
ભરૂચની શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજની 17મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું
શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ- ભરૂચ આયોજિત તેજસ્વી વિધાર્થી સત્કાર સમારંભ તેમજ ૧૭મી વાર્ષિક સાધારણ સભા આત્મીય ગ્રીન સ્કૂલ ભરૂચ ખાતે સંસ્થાના પ્રમુખ અશોક વેકરિયાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.તેમણે ભરૂચ ખાતે સમાજનું પોતાનું એક ભવન બને તેવી અભિલાષા વ્યકત કરી હતી.આ પ્રસંગે સમાજના આગેવાન પ્રવિણ કાછડીઆએ સાંપ્રત સમયમાં બાળકોને મોબાઇલથી દૂર રાખવા તેમજ વૃધ્ધ મા-બાપની સાર-સંભાળ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સમાજના વિધાર્થીઓએ વિવિધ વિષયો આધારિત વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના હોદેદારો ઉપપ્રમુખ જનક ધામેલીયા, ખજાનચી દિનેશ ઠુમર, સહમંત્રી વિપુલ ટોકરીયા તેમજ સમાજના આગેવાનો દિલિપ સાવલીયા સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા