ભરૂચ : ગુજરાત વિધુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળીની 50મી વાર્ષિક સાધારણ સભા મળી

ગુજરાત વિધુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મં. લી. ભરૂચની ૫૦મી વાર્ષિક સાધારણ સભા યોજાય હતી. આ મંડળી ની સ્થાપના તા. ૧૪/૦૪/૧૯૭૨ના રોજ કરવામાં આવી હતી.

New Update
ભરૂચ : ગુજરાત વિધુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળીની 50મી વાર્ષિક સાધારણ સભા મળી

ગુજરાત વિધુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મં. લી. ભરૂચની ૫૦મી વાર્ષિક સાધારણ સભા યોજાય હતી. આ મંડળી ની સ્થાપના તા. ૧૪/૦૪/૧૯૭૨ના રોજ કરવામાં આવી હતી. જેને ૫૦મી સાધારણ સભા તા. ૨૪/૦૯/૨૨ના શનિવારના રોજ મંગલમ કોપ્લેક્ષ હોલ કસક, ભરૂચ ખાતે રાખવામાં આવી હતી.

આ સાધારણ સભા મંડળના પ્રમુખ ચિરાગ જે. શાહની અધ્યક્ષતામાં યોજાય હતી જેમાં, ૨૦૨૧-૨૨ના વાર્ષિક હિસાબની માહિતી આપવામાં આવી હતી. તે બદલ મંડળીને ગુજરાત રાજ્ય સહકારી સંધ, અમદાવાદ દ્વારા શિલ્ડ અને પ્રસસ્તીપત્ર એનાયત કરવામાં આવ્યો. ત્યારબાદ વર્ષ દરમ્યાન મંડળીના થયેલ નફા નુકસાનની માહીતી, નફાની વહેચણીની માહીતી તેમજ બંધારણના સુધારા વિષેની માહીતી મંડળીના સેક્રેટરી નેલેશ ચાવડા દ્વારા આપવામાં આવી હતી. સહકાર ભારતી. ગુજરાત પ્રાંત પ્રચાર પ્રમુખ સુરેશભાઇ આહીરે પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપ્યું હતું. અતિથિ વિશેષ અને સહકાર ભારતી, ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી જીવણ ગોલે પ્રસંગને અનુરૂપ તથા સહકારીતા ક્ષેત્રે તેઓનું વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ સભાના અને મંડળીના પ્રમુ ચિરાગ શાહે માર્ગદર્શન આપ્યુ હતું. મંડળીના ઉપપ્રમુખ મુસ્તાકલી એમ સૈયદ દ્વારા આભારવિધી કરી હતી.

મંડળી એ એક પરિવાર પણ છે, જેથી મંડળીના સભાસદોની લાગણી ધ્યાનમાં રાખી

મંડળીના સભાસદોના આકસ્મિક વિમો ઉતારવા માટે વિમા એજન્સીઓ સાથેનો સંપર્ક ચાલુ છે. તથા ડીજીવીસીએલ/જેટકો વર્તુળ કચેરી પાસે કર્મચારીઓની માંગેલ માહિતી ઉપલબ્ધ થયેથી તુરંત જે વિમા એજન્સી સાથે વિમો લેવાનું નકકી કરવામાં આવશે તે પછી આપને જાણ કરવામાં આવશે. આ સાથે જ ભરૂચ અને નર્મદા જિલ્લાની પગારદાર કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીઓ માટે શિલ્ડ હરિફાઇ યોજવામાં આવી હતી. જેમાં શ્રેષ્ઠ કામગીરી બદલ આપણી મંડળીને શિલ્ડ અને પ્રશસ્તિ પત્ર આપ સૌના સહકારથી પ્રાપ્ત થયેલ જે ગૌરવ લેવા જેવી બાબત છે. તદઉપરાંત પેટા કાયદાના ઉદ્દેશોમાં સુધારો કરેલ છે જે થી ઉદ્યોગલક્ષી પ્રવૃતિ હાથ ધરી શકવામાં આવશે. અંતમાં મંડળીના તમામ વ્યવસ્થાપક કમિટિ સભ્યો, કર્મચારી ભાઇઓ/બહેનો, સભાસદો, જિલ્લા રજીસ્ટ્રાર સાહેબ, સહકારી મંડળીઓ, ભરૂચ. તેમજ ઘી ભરૂચ ડિસ્ટ્રીક ક્રેડિટ સોસાયટીઝ કો. ઓપરેટીવ ફેડરેશન લી, ભરૂચના પ્રમુખ રજનીકાન્ત પી. રાવલ, જિલ્લા સહકારી સંઘ, ભરૂચના તમામ હોદ્દેદારો તેમજ આ મંડળીના વિકાસમાં પ્રત્યક્ષ કે પરોક્ષ સાથ સહકાર આપનાર સૌનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.