ભરૂચ : કચ્છથી કેવડીયા નીકળેલી બાઇક રેલી "ભૃગુકચ્છ" પહોચી, ભવ્ય સ્વાગત કરાયું
કચ્છથી કેવડીયા સ્થિત સ્ટેચ્યું ઓફ યુનિટી સુધી નીકળેલી રેલી ભરૂચ જીલ્લામાં આવી પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
તા. 31મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કચ્છથી કેવડીયા સ્થિત સ્ટેચ્યું ઓફ યુનિટી સુધી નીકળેલી રેલી ભરૂચ જીલ્લામાં આવી પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા. 31મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, ત્યારે દેશમાં વિવિધ રેલીઓના આયોજન સંદર્ભે ગુજરાત પોલીસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લાના લખપતથી પ્રસ્થાન કરેલી આ બાઇક રેલીનું કેવડીયા સ્થિત સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે સમાપન કરવામાં આવશે, ત્યારે આ બાઇક રેલી સોમવારના રોજ ભરૂચ જિલ્લામાં આવી પહોચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ રેલી નબીપુર ખાતે આવી પહોંચતા નબીપુર પોલીસ દ્વારા પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરાયું હતું. ત્યારબાદ આ બાઇક રેલી ભરૂચ શહેર તથા જિલ્લાભરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.