Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મોના પાર્ક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી કર્યો હાથફેરો...

મોના પાર્ક સોસાયટીમાં આવેલ ફાતેમા મસ્જિદની બાજુના બંધ મકાનમાં ગત રાત્રીના સમયે હથિયારધારી તસ્કર ગેંગ ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો

ભરૂચ : મોના પાર્ક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી કર્યો હાથફેરો...
X

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોના પાર્ક સોસાયટીમાં આવેલ ફાતેમા મસ્જિદની બાજુના બંધ મકાનમાં ગત રાત્રીના સમયે હથિયારધારી તસ્કર ગેંગ ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની મોસમ જામી છે, લોકો ઠંડીના સમયમાં મીઠી નિંદ્રા માળતા હોય છે, તે જ સ્થિતિનો ફાયદો ઉઠાવવા માટે હવે તસ્કરો પણ મેદાનમાં ઉતર્યા હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ શહેરના બાયપાસ ચોકડી વિસ્તારમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતા ભારે ખળભળાટ મચ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોના પાર્ક સોસાયટીમાં આવેલ ફાતેમા મસ્જિદની બાજુના બંધ મકાનમાં ગત રાત્રીના સમયે હથિયારધારી તસ્કર ગેંગ ત્રાટકી હોય તે પ્રકારની ઘટના સામે આવતા ભારે ચકચાર મચ્યો છે. લોંખડના સળિયા, પરાઈ જેવી વસ્તુઓ લઇને આવેલ તસ્કર ટોળકીએ એક મકાનના નકુચા તોડી તેમાંથી અંદાજે 12 હજાર જેટલી રોકડ રકમ સહિતના માલ સામાનની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

Next Story