ભરૂચ : જંબુસરના કાવી પોલીસ મથકના મહિલા PSI વૈશાલી આહીરની સરાહનીય કામગીરી, અકસ્માતગ્રસ્ત યુવાનને યોગ્ય સારવાર અપાવી

New Update
ભરૂચ : જંબુસરના કાવી પોલીસ મથકના મહિલા PSI વૈશાલી આહીરની સરાહનીય કામગીરી, અકસ્માતગ્રસ્ત યુવાનને યોગ્ય સારવાર અપાવી

ભરૂચ જિલ્લાના જંબુસરના કાવી પોલીસ મથકના મહિલા PSI વૈશાલી આહીરની સરાહનીય કામગીરીની સૌકોઈ સરાહના કરી રહ્યા છે.

ભરૂચ જિલ્લાના આમોદથી નાહિયેર ગામ વચ્ચે બાઈક સ્લીપ થતા અનોર ગામના સુરેશ રઇજીભાઈ પઢીયારને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી, ત્યારે બનાવની જાણ થતાં જ 108 ઈમરજન્સી સેવા એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી.

ઈજાગ્રસ્ત યુવાન આમોદ રોડ ઉપર ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો, ત્યારે આ દરમ્યાન માર્ગ પરથી પસાર થતાં કાવી પોલીસ મથકના મહિલા PSI વૈશાલી આહીરએ પોતાની કાર રોકી ઈજાગ્રસ્ત યુવાનને સૌપ્રથમ પ્રાથમિક સારવાર અપાવી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત સુરેશ પઢીયારને વધુ સારવાર અર્થે હોસ્પિટલ પોહચાડ્યો હતો. જોકે, સમયસર પ્રાથમિક સારવાર અપાતા યુવાનનો જીવ બચી ગયો છે, ત્યારે કાવી પોલીસ મથકના મહિલા PSI વૈશાલી આહીરની કામગીરીને ગ્રામજનોએ બિરદાવી ખૂબ પ્રસંસા કરી છે.

Latest Stories