ભરૂચ: પુત્રએ કેસરિયા કરતા પિતાએ બનાવ્યું નવુ સંગઠન, છોટુ વસાવાની નવો દાવ !

લોકસભાની ચૂંટણી ટાણે જ ભરૂચની ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ નવા સંગઠનની જાહેરાત કરતાં જ રાજકારણ ફરી ગરમાયું છે.

New Update
ભરૂચ: પુત્રએ કેસરિયા કરતા પિતાએ બનાવ્યું નવુ સંગઠન, છોટુ વસાવાની નવો દાવ !

લોકસભાની ચૂંટણી ટાણે જ ભરૂચની ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ નવા સંગઠનની જાહેરાત કરતાં જ રાજકારણ ફરી ગરમાયું છે.

આજરોજ જયપાલસિંહ મુંડાની ૫૪મી પુણ્યતિથિ નિમિત્તે ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના નિવાસસ્થાને સમર્થકોની એક બેઠક યોજાઇ હતી જેમાં નવા સંગઠન ભારત આદિવાસી સેના નામના સંગઠનની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી હતી. ભારત આદિવાસી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે છોટુ વસાવાની નિમણૂક કરવામાં આવી હતી.આ સંગઠન ભારત દેશના વિવિધ વિસ્તારમાં વિસ્તારવા સાથે છોટુ વસાવાએ આડકતરી રીતે ભાજપની સરકારને ઘોડા-ગધેડા સાથે સરખાવી હતી આ સંગઠન ભારતનું સંવિધાન અમારો ધર્મ છે, પ્રકૃતિ અમારું જીવન છે નારા હેઠળ લડત આપવામાં આવશે અને આખા દેશમાં આ સંગઠનના હોદ્દેદારોની આગામી સમયમાં નિમણૂક કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.આ બેઠકમાં છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા, રાજુ વસાવા,અશ્વિન પટેલ, રોહિત નરેન્દ્ર, અંબાલાલ જાધવ તેમજ સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.