New Update
ભરૂચ જિલ્લાના દહેજ ખાતેથી કોલસા ભરીને આવતી માલગાડીના વેગનમાં ધુમાડા દેખાતા દોડધામ મચી ગઈ હતી, ત્યારે ફાયર ફાઇટરોએ ધુમાડા પર પાણીનો મારો ચલાવી પરિસ્થિતી સંભાળી લીધી હતી.
મળતી માહિતી અનુસાર, દહેજથી કોલસા ભરીને ભરૂચ તરફ આવતી માલગાડીના વેગનમાં સમની જંકશન નજીક અચાનક ધુમાડા દેખાતા ભારે દોડધામ મચી જવા પામી હતી. આ ઘટના અંગે તરત ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ફાઇટરોનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને ધુમાડા પર પાણીનો મારો ચલાવી ફાયર ફાઇટરોએ પરિસ્થિતિને અંકુશમાં લીધી હતી. આ ઘટનાના પગલે સ્થળ પર લોકોના ટોળાં પણ ઉમટી પડ્યા હતા. જોકે, સમયસર આ ધુમાડાનું શમન કરી દેવતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
Latest Stories